Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ.

   Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ.

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓએ સામૂહિક 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લીધી

નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં સહભાગી થઇ https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવવા જિલ્લા તંત્રનો અનુરોધ

નવસારી,તા.૦૮: ગત તા.૭ થી આગામી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારી-કર્મચારીઓ દ્વારા સામુહિક "ભારત વિકાસ" પ્રતિજ્ઞા લઇ નવસારી જિલ્લામાં "વિકાસ સપ્તાહ"નો ભવ્ય પ્રારંભ કરાયો છે.

આ ઉપરાંત વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નવસારીના સૌ નાગરિકો આ પ્રતિજ્ઞામાં સહભાગી થવા તથા પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ પોર્ટલ ઉપરથી મેળવવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.            

અત્રે નોંધનિય છે કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીના ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથાને ગત તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આગામી ૧૫ ઓક્ટોબર સુધી વિવિધ જનભાગીદારીના કાર્યક્રમો નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં હાથ ધરાશે.

*ભારત વિકાસ પ્રતિજ્ઞા-*

હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

* મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.

* હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.

* હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.

* હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.

* જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.

* પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને  કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

૦૦૦૦

#TeamNavsari 

Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari

Comments

Popular posts from this blog

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી  જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી ગાંધીનગર: શુક્રવાર:   રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે.   જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય ...

Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

 Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ 'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:- કડજોદરા ગામની બાલિકા સરપંચ  દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક  કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી ગાંધીનગર,શનિવાર ‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની.  આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભા...

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

                                          Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ. તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર...