ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.
નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા.
નવસારી : તા.૬ લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.
નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે.
વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષકોએ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પ્રથમ શરુઆત પેન ડાઉન અને ચોક ડાઉન દ્વારા કરી છે. જેમાં આજે 6 માર્ચનાં રોજ સમગ્ર રાજ્ય તેમજ નવસારી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાનાં સંઘો સાથે સંકળાયેલા શિક્ષકો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જેમાં શિક્ષકો શાળામાં હાજર રહી, બાળકોની હાજરી પણ પૂરી પરંતુ શૈક્ષણિક અને વહીવટી કાર્યથી દૂર રહ્યા હતા.
શિક્ષકોએ પેનડાઉન એટલે કે સરકારી વિભાગ સંબધિત કોઈપણ પ્રકારની માહિતી આપી નહીં. એ જ રીતે ચોકડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી અળગા રહ્યા. તેમજ શટડાઉન એટલે કે કોમ્પ્યુટર શટડાઉન મોડમાં રાખી તમામ ઓનલાઇન કાર્યોનો બહિષ્કાર કર્યો હતો.
Comments
Post a Comment