Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

નવસારી જિલ્લાના બે શિક્ષકો આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' મેળવશે

                નવસારી જિલ્લાનું ગૌરવ


'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડ મારા માટે એક લેન્ડમાર્ક બન્યો છે. આ એવોર્ડ હું મારી મહેનતને સમર્પિત કરું છું.- ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ

નવસારી જિલ્લાના બે શિક્ષકો આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' મેળવશે

ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગરના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને મુખ્યમંત્રીશ્રીના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એનાયત કરાશે

નવસારી,તા.૦૪: આજે તા.૦૫ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ સમારોહ યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી સન્માનવામાં આવશે. નવસારી જિલ્લા માટે ગર્વની બાબત છે કે નવસારી જિલ્લાના બે શિક્ષકોની પસંદગી 'શ્રેષ્ઠ રાજ્ય શિક્ષક' તરીકે થઇ છે. 


નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગર અને મ..ની.ના.ઉ.મા શાળા મણિનગર ગણદેવાના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ તથા નવસારી તાલુકાના બીઆરસી રિસોર્સ સેન્ટર, ઇટાળવાના બી.આર.સી કોર્ડીનેટર શ્રી શશિકાન્ત જેરામભાઇ ટંડેલને આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે ગાંધીનગર ખાતે 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 


ગણદેવી તાલુકાના ખુ.વ.સા.હાઇસ્કુલ દયાળનગરના આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ આ બાબતે જણાવે છે કે, ખૂબ મહેનત કરી સતત કામ કરતા રહ્યા અને શાળાને શ્રેષ્ઠ બનાવવાના સતત પ્રયત્ન કરતા રહ્યા તો તેના ફળ સ્વરૂપે આ એવોર્ડ મળી રહ્યો છે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું વિદ્યાર્થીઓ માટે સતત કંઈકને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરતા રહ્યા. શાળાને સો ટકા ડિજીટાલાઇઝડ બનાવી બે વખત 'સ્વચ્છ શાળા પુરસ્કાર' મેળવ્યો અને એક વખત 'જિલ્લાની શ્રેષ્ઠ શાળા'નો પુરસ્કાર મેળવ્યો આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ થકી જુદા જુદા એવોર્ડ મળતા રહ્યા પરંતુ 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડ  મારા માટે એક લેન્ડ માર્ક બન્યો છે. આ એવોર્ડ હું મારી મહેનતને સમર્પિત કરું છું.


એમ.એ., એમ.એડ્., અને પછી પીએચ.ડી.ની પદવી મેળવી હાલ ખુ.વ.સા.હાઇસ્કૂલ, દયાળનગર ગણદેવા અને  મ.ની.ના.ઉ.મા.શાળા, મણિનગર ગણદેવા, નવસારીમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇ શિક્ષક તરીકે ૧૧ વર્ષ  આચાર્ય તરીકે ૧૭ વર્ષ ૯ માસનો અનુભવ ધરાવે છે. 


ડો.વિરલકુમાર સરકારશ્રીની નવી શિક્ષણ નીતિને નવસારી જિલ્લામાં સૌ પ્રથમ અજમાવી સફળતા હાંસલ કરી છે. શાળાના તમામ વર્ગખંડોમાં  IF પેનલ ઉપલબ્ધ કરાવી ૧૦૦% ડીજીટલ શાળા તૈયાર કરાવી, નવસારી જિલ્લામાં ધોરણ ૧૦માં નબળું પરિણામ મેળવતી શાળાઓને દત્તક લઇ તેમના પરિણામ સુધારવામાં અગત્યની ભૂમિકા તેમણે ભજવી છે. 


આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગણિત વિષયથી મૂંઝવણ ન અનુભવે તે માટે શાળામાં ‘વિરલ મેથ્સ લેબ.’ તૈયાર કરાવી, શૈક્ષણિક વર્ષ ૨૦૦૭થી શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક કમ્પ્યુટર શિક્ષણની શરૂઆત તથા વર્ષ ૨૦૧૯થી કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ટેલી પ્રોગ્રામ થકી એકાઉન્ટ વિષયના અધ્યાપન કાર્યની શરૂઆત કરાવી હતી. 


તેમણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને JEE, NEET, GUJCETનું શિક્ષણ નિ:શુલ્ક અપાવવામાં સફળ થયા હતા. શાળાના તમામ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક, પ્રયોગપોથી, નકશાપોથી અને વર્કબુક આપાવી છે. 


વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણ ઉપરાંત રમત ગમતને પ્રોત્સાહન મળે એ હેતુથી રાજ્ય અને જિલ્લા કક્ષાના વિન્ટર અને સમર કેમ્પોનું આયોજન પણ તેમના માર્ગદર્શન હેટ હેટ હેઠળ સફળતાપૂર્વક પુરુ કર્યું છે. 


ઇનોવેટીવ કામગીરીમાં SPC ( સ્ટુડન્ટ પોલીસ ક્રોપ)ની પ્રવૃતિની શરૂઆત, સંસ્થાની ભૌતિક સુવિધા વધે તે માટે વિવિધ ટ્રસ્ટો, NGO,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન સાધી દાન મેળવવામાં સફળ થયેલ છે આજ દિન સુધી રૂ.૧૫ કરોડનું દાન ઉપરાંત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ૧૦ લાખનું અલયાદુ ફંડ મેળવી શક્યા છે.

આટલુ જ નહી આચાર્યશ્રી ડો.વિરલકુમાર અમૃતલાલ દેસાઇના સચોટ માર્ગદર્શન હેઠળ શાળાએ સ્ટેમ કવીઝ ૨.૦ અંતર્ગત શાળા વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર કક્ષાએ ભાગ લીધો હતો. વિજ્ઞાન મેળામાં શાળાએ રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૨૦૦૯ અને ૨૦૨૦માં ગુજરાત રાજ્યની 'સ્વચ્છ શાળા'નો પુરસ્કાર પણ મળવ્યો હતો. અને વર્ષ ૨૦૧૭માં નવસારી જિલ્લાની ‘શ્રેષ્ઠ શાળા’ પુરસ્કાર પણ ખુ.વ.સા.હાઇસ્કૂલ, દયાળનગર ગણદેવા અને  મ.ની.ના.ઉ.મા.શાળા, મણિનગર ગણદેવાના નામે છે. 


ડો.વિરલકુમાર દેસાઇ સહિત શ્રી શશિકાન્ત ટંડેલને તેમના કામોની કદરના ભાગરૂપે રાજ્ય સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યકક્ષાએ 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપી' આજે તા.૦૫-૦૯-૨૦૨૪ના શિક્ષક દિન નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમનું બહુમાન કરવામાં આવશે. જે બદલ નવસારી શિક્ષણ વિભાગ તથા સમગ્ર નવસારી જિલ્લા તંત્ર ગર્વ અનુભવી રહ્યું છે. 

#TeamNavsariGujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari

નવસારી જિલ્લાનું ગૌરવ - 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' એવોર્ડ મારા માટે એક લેન્ડમાર્ક બન્યો છે. આ એવોર્ડ હું મારી...

Posted by Info Navsari GoG on Wednesday, September 4, 2024

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો.

  Navsari :  નવસારીના વિદ્યામંદિર સૂપામાં મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રથમ ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી અને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ  ગ્રીટીંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે મતદાતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ મેળવ્યો હતો.

लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.

  लोकतंत्र के पर्व में मतदान करने का शपथ.   “मैं शपथ लेता हूँ कि......” लोकतंत्र के पर्व में मतदान करने का शपथ, देश हित में योगदान देने का शपथ, अपने अधिकार और जिम्मेदारी को निभाने का शपथ !  #ChunavKaParv   #DeshKaGarv   #YouAreTheOne   #Elections2024   pic.twitter.com/l6E1CLW22j — Election Commission of India (@ECISVEEP)  April 17, 2024