Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

૨૮ વર્ષથી ગાંધીનગર જિલ્લાની દીકરીઓને કરાટે-જુડો થકી સફળ તાલીમ આપી આત્મરક્ષણ માટે સક્ષમ બનાવનાર મહિલા કર્મયોગી એટલે કિલ્લોલ સાપરિયા

   નારી વંદન ઉત્સવ:  'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ

૨૮ વર્ષથી  ગાંધીનગર જિલ્લાની દીકરીઓને કરાટે-જુડો થકી સફળ તાલીમ આપી આત્મરક્ષણ માટે સક્ષમ બનાવનાર મહિલા કર્મયોગી એટલે કિલ્લોલ સાપરિયા


”વ્યક્તિની સફળતા અન્ય માટે પ્રેરણારૂપ બનવી જોઈએ”- કિલ્લોલ સાપરિયા



ગાંધીનગર,સોમવાર
એક સપ્તાહ ચાલનાર નારી વંદન ઉત્સવ દરમિયાન 'મહિલા કર્મયોગી દિવસ'ની ઉજવણી એટલે એવી મહિલાઓને સમર્પિત દિવસ જે જુદા જુદા વ્યવસાયો સાથે જોડાઈ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા સાથે કર્મયોગી બની છે. આ દિવસ સામાન્ય રીતે મહિલા કર્મચારીઓના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો કે મહિલા કર્મીઓની મહેનત, સમર્પણ અને વિવિધ વ્યવસાયોમાં તેઓએ જે પડકારોને પાર કરી સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ તેમને બિરદાવવાનો દિવસ છે. 
આ કર્મયોગી મહિલા દિવસે ગાંધીનગર જિલ્લાની એક એવી મહિલાની વાત કરવી છે જેમણે ૧૯૯૬ થી માંડી ૨૦૧૭ સુધીમાં દોઢ લાખથી વધુ દીકરીઓને જુડો કરાટેની તાલીમ આપી.અને ગાંધીનગરમાં ‘કિલ્લોલ દીદી’ના હુલામણા નામથી જાણીતા બન્યા છે તેવા કિલ્લોલ એસ. સાપરિયાની. 


વર્તમાન સમયમાં મહિલાઓને જ્યારે સ્વ બચાવની તાતી જરૂરિયાત છે ત્યારે પાછલા ૨૮ વર્ષથી  કિલ્લોલ સાપરિયાએ આત્મરક્ષણ માટે કરાટે થકી ગાંધીનગર જિલ્લાની દીકરીઓને સફળ તાલીમ આપી સ્વબચાવના દાવ પેચમાં પારંગત કરી નારિશક્તિનું એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે.. 
માત્ર નવ વર્ષની ઉંમરે કરાટે શીખવાની શરૂઆત કરનાર કિલ્લોલબેન સાપરીયાની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેમણે ૧૯૯૭ માં ઓ' સેનસાઈ શ્રી અરવિંદ રાણા પાસેથી બ્લેક બેલ્ટની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ એક વર્ષ અમદાવાદ ખાતે એન. આઇ. એસ. કોચ સૈયદ ઇકરામ અલી પાસેથી જુડોનું શિક્ષણ પણ મેળવ્યું. તેમની આ કારકિર્દી દરમિયાન તેમણે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઈન્વીટેશન કરાટે ચેમ્પિયનશિપ ,  ઓલ ઇન્ડિયા ફુલ કોન્ટેક્ટ કરાટે ચેમ્પિયનશિપ,  નેશનલ કરાટે ચેમ્પિયનશિપ ફેડરેશન કપ,  , સેકન્ડ ઓલ ગુજરાત ઓપન ચેમ્પિયનશિપ , ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ ,ગાંધીનગર કાન ઝેન ગોજુ કરાટે ( કાતા) ચેમ્પિયનશિપ, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કાન ઝેન કરાટે ચેમ્પિયનશિપ તથા ગુજરાત સ્ટેટ જુડો ચેમ્પિયનશિપમાં સફળતા મેળવી અનેક સિદ્ધિઓ મેળવી છે. 


"૧૯૮૬-૮૭માં હું જીમનાસ્ટીકમાં જોડાઈ અને જીમનાસ્ટીકની એક કોમ્પિટિશનમાં ભાગ લીધો, હું ત્યાં સમયસર પહોંચી ન શકી અને કોચે મને  ઠપકો આપ્યો. મને ખરાબ લાગ્યું અને મારી દિશા બદલાઈ. સ્પોર્ટ છોડી દેવાના બદલે વધુ ડિસિપ્લિન અને મજબૂત ઇરાદા સાથે હું માર્શલ આર્ટસમાં જોડાઈ.અને ૧૯૯૩-૯૪ ના વર્ષમાં બ્લેક બેલ્ટ થઈ " કિલ્લોલબેન સાપરીયાના શબ્દોમાં વર્ણવાયેલી આ નાનકડી વાતમાં તેમનો ઘણો બધો સંઘર્ષ પણ છુપાયેલો છે. ૧૯૮૬ ના સમયમાં એક છોકરી ઘર બહાર નીકળે અને આ રીતે જુડો કરાટે કરે, છોકરાઓ જેવા કપડાં પહેરે તે સામાન્ય ન હતું. પછી કિલ્લોલ બેનની ધગશ અને તેમનો દ્રઢ નિશ્ચય જોતા તેમના પરીવારે તેમનો પૂરો સાથ આપ્યો. પિતાનો સંપૂર્ણ સહયોગ મળવાથી કિલ્લોલબેન પહેલા કરતાં વધારે મજબૂત બની ગયા. હવે પોતે તો બ્લેકબેલ્ટ થઈ ગયા હતા. પરંતુ તેમણે જે કઠિન પરિસ્થિતિ માંથી પસાર થઈ સિધ્ધિ મેળવી હતી તે સ્થિતિ બીજી દિકરીઓ ન ભોગવે અને આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતી દિકરીઓ સરળતાથી તાલિમ મેળવી શકે  એ માટે તેમને કંઈક કરવુ હતુ.પણ એ સમય એવો હતો કે  જુડો કરાટે નું નામ સાંભળતા જ દીકરીઓ પાછી પાની કરે તેમ છતાં તેમણે નિશ્ચય કર્યો કે તેઓ દીકરીઓને આત્મ રક્ષણ સાથે કારકિર્દી બનાવવાની પણ એક નવી દિશા આપશે. અને ૧૯૯૬થી આ નિશ્ચય પર અમલ શરૂ કર્યો. એ પછી તો ગાંધીનગરની ઘણી શાળાઓની દીકરીઓમાં  જુડો-કરાટે શિખવતા ‘કિલ્લોલ દીદી’ના હુલામણા નામથી જાણીતા બની ગયા.
 
સમય સાથે લોકોએ દીકરીઓને જુડો કરાટે શીખવાની જરૂરિયાતને સમજી અને એક સમય એવો આવ્યો જ્યારે આ આર્ટ શીખવા માટે લોકો ખુશીથી દીકરીઓને મૂકવા લાગ્યા. તેમના માટે કિલ્લોલ બેન આદર્શ બની ગયા. કિલ્લોલબેન પણ પૂરી નિષ્ઠાથી દીકરીઓને તૈયાર કરી રહ્યા હતા. કિલ્લોલ સાપરિયાએ ૧૯ વર્ષની નાની વયે શરૂ કરેલ આ  સફરના ૨૮ વર્ષ દરમિયાન તેમણે દોઢ લાખથી વધુ દીકરીઓને જુડો કરાટેમાં તૈયાર કરી છે, તેમના હાથ નીચે ઘણી દીકરીઓ બ્લેક બેલ્ટ મેળવી ચૂકી છે. 

આ કિલ્લોલ બેન હાલમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર ખાતે એકેડમી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને ગવર્મેન્ટ થકી આજે પણ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા રહી દીકરીઓ અને મહિલાઓ માટે એક આદર્શ બન્યા છે.
કિલ્લોલ બેન જણાવે છે કે "મારું લક્ષ્ય નિશ્ચિત હતું કે મારે શું કરવું! કઈ દિશામાં આગળ વધવું! એટલે જ હું એક સફળ કોચ સાથે સફળ મહિલા કર્મયોગી પણ બની શકી. તમે ગમે તે ક્ષેત્રમાં જોડાયેલા હોવ અને તમારું લક્ષ્ય જો સ્પષ્ટ હશે તો તમે ચોક્કસ શ્રેષ્ઠ કામગીરી કરી શકો છો અને સફળતા પણ મેળવી શકો છો" સફળતાની વાત સાથે જ કિલ્લોલબેન એમ પણ જણાવે છે કે, “સફળતા એવી હોવી જોઈએ જેના પરથી અન્ય લોકો પ્રેરણા મેળવી શકે.” 
મહિલા કર્મયોગી એવા કિલ્લોલબેન સાપરીયાની જેમ પોતાના ક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી બનાવવા સાથે અન્ય માટે પ્રેરણા રૂપ બનેલી દરેક મહિલાઓ સમ્માન પાત્ર છે
આલેખન:-
નેહા તલાવિયા
જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર 

Comments

Popular posts from this blog

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                     Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કર...

નવસારી મહુડીનાં શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.

નવસારી મહુડીનાં  શિક્ષક મિનેષ પટેલ શિક્ષણ સાથે સંકલ્પ ગૃપના માધ્યમ વડે ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહયા છે.                              ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્રાથમિક તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પટેલ શિક્ષણ સાથે સેવા સાધનાને સાર્થક કરી રહયા છે. સંકલ્પ વોટસઅપ ગૃપના માધ્યમ વડે વલસાડ થી છોટાઉદેપુર સુધી ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ માર્ગદર્શન આપી રહયા છે. નવસારી જિલ્લાના મહુડીના વતની એવા મિનેષભાઈ પટેલ સંકલ્પ ગ્રુપના સ્થાપક સદસ્ય પૈકીના એક છે. તેમણે જણાવ્યું હતું કે, હોસ્ટેલ કે આશ્રમશાળામાં રહેતા બાળકો, ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોનું ફી કે શૈક્ષણિક સામગ્રી વિના ભણતર ન અટકે, અધવચ્ચે અભ્યાસ ન છોડે એ માટે તેમને નોટબુકસ, ઓઢવાના ધાબળા, ચાદર, સ્ટડી કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો બે બાળકો વચ્ચે એક સેટ, યુનિફોર્મ, કપડાં જેવી જરૂરી ચીજવસ્તુઓ ગ્રુપના ૧૦ હજારથી વધુ સભ્યો પૂરી પાડી છે.               સામાન્ય રીતે વોટ્સએપ ગ્રુ...