Skip to main content

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા

 નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ મિત્રોને 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરવામાં આવ્યા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા: નવસારી જિલ્લો બ્યુટીફિક્શનની કામગીરી માટે રૂ.૨ લાખ જેટલા સ્વ ખર્ચ કરી RCC કરવી બેસવા માટે બાકડા આપનાર સુફિયાનભાઈને પણ 'સ્વચ્છતા હિરો' તરીકે સન્માનીત કરાયા નવસારી,તા.૨૫: નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઇ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહિ પરંતુ તેઓની આવડત અને તેમની કાબેલિયતને પણ ઘ્યાને લઇ તેઓના કામગીરીની સરાહના કરવામાં અવી રહી છે. નગરપાલીકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટીંગ અને અને મ્યુરલ પેઇન્ટીંગ કામગીરી કરવામાં આવેલ છે જેને ચીફ ઓફિસર સાહેબશ્રી દ્વારા 'સ્વચ્છતા હિરો' તરીકે આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.  સ્વચ્છતા હી સેવા "સ્વભાવ  સંસ્કાર સ્વચ્છતા" અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ 'સ્વચ્છતા હીરો'ને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર, સ્થાનિક રહેવાસીઓ, નગરપાલિકા સ્ટાફ મદદથી આ જગ્ય

Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો

 Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો 


 વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજે એ માટે અભ્યાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા શીખવવામાં આવી 

ચૂંટાયેલા મંત્રી અને ઉપમંત્રી શાળા સંકુલમાં સ્વચ્છતા, શિસ્ત અને નિયમોમાં પોતાનો મત રજૂ કરી શકશે 

----  

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ જુલાઈ 

વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. ત્યારે આવનારી પેઢી ચૂંટણીનું મહત્વ, ચૂંટણીની પ્રક્રિયા અને લોકશાહીનું મહત્વ સમજે તેવા શુભ આશય સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અભ્યાસના ભાગરૂપે શીખવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષાબેન પટેલ અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન સહિતની તમામ પ્રક્રિયા માટે આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.    


ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષા પટેલે જણાવ્યું કે, વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અંગેની સમજ સ્પષ્ટ બને છે. આ જ વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, મતદાતાઓ છે, એમના માટે આ પ્રક્રિયા સમજવી જરૂરી છે એ હેતુથી અમારી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થી બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આબેહૂબ મત કુટીર ઊભી કરવામાં આવી હતી. પોલીસ, હોમગાર્ડ, બીએલઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ સ્ટાફથી લઈ મતદાનની તમામ પ્રક્રિયા આબેહૂબ ચૂંટણીની જેમ ગોઠવી આ તમામ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્વે ઉમેદવારો જેમ પ્રચાર પ્રસાર કરતા હોય એમ વિદ્યાર્થી નેતાઓએ પણ પ્રચાર કર્યો હતો. ચૂંટણી પૂર્વે જાહેરનામુ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ ચકાસણી, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ સહિતની તમામ પ્રક્રિયા આટોપાઈ હતી. 

   આચાર્યા ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, આજની બાળ સંસદ ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે, સંપૂર્ણ પ્રક્રિયા વોટીંગ મશીન એપ.ના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં બેલેટ આપવા માટે, મત આપવા માટે તેમજ ગણતરી માટે પણ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળ સાંસદ ચૂંટણીના આયોજક મીરાબેન, દિપાલીબેન અને હાર્દિકભાઈએ ચૂંટણી દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. વિદ્યાર્થી અને શિક્ષકો મળી કુલ ૨૧૨ એ મતદાન કર્યુ હતું. શાળા પરિવાર અને અને વિદ્યાર્થીઓના સહકારથી બાળ સંસદની ચૂંટણી પૂર્ણ થતા ૭૨ મત સાથે ઉર્વિશ પટેલને વિજેતા જાહેર કરી મંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ૬૧ મત મેળવનાર રિધ્ધિ ભોયાને ઉપમંત્રી તરીકે જાહેર કરાતા શાળાના આચાર્યા ડૉ.વર્ષાબેન પટેલે અભિનંદન આપ્યા હતા. 

Comments

Popular posts from this blog

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી

Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી  જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી ગાંધીનગર: શુક્રવાર:   રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ  ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે.   જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય રીતે સામાન્ય નાગરિકો પાસેથી બ

Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ

 Gandhinagar latest news : ગાંધીનગર જિલ્લામાં ૨૬૨ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરી તેમના નેતૃત્વ ગુણને નિખારવાનો સફળ પ્રયાસ 'મહિલા નેતૃત્વ દિવસ' ઉજવણી વિશેષ લેખ શ્રેણી:- કડજોદરા ગામની બાલિકા સરપંચ  દિયા મહિલા આઇ.પી.એસ બનવા માંગે છે : 'ઘણા બધાને મારું આ સ્વપ્ન ફક્ત એક  કાલ્પનિક વિચાર જ લાગે છે પરંતુ હું ભવિષ્યમાં ચોક્કસ તેને સાકાર કરીશ.'- દિયા ત્રિવેદી ગાંધીનગર,શનિવાર ‘નારી વંદન ઉત્સવ’ના ચોથા દિવસે 'મહિલા નેતૃત્વ દિવસ'ની ઉજવણી અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં નેતૃત્વ કરતી મહિલાઓને સન્માનિત કરવાનો અવસર. આ અવસરે આપણા ઇતિહાસ પર નજર દોડાવીએ તો ભૂતકાળ નારી નેતૃત્વ અને શૌર્યથી ભરેલી અનેક ગાથાઓ થકી સમૃધ્ધ જોવા મળે છે. જે એ વાતની સાક્ષી છે કે નારીમાં નેતૃત્વના ગુણ હંમેશા રહેલા છે. જરૂર છે માત્ર એક અવસરની.  આજ વાતને અનુલક્ષીને નેતૃત્વના ગુણને બાળપણથી જ વિકસાવવા ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકા પૈકી દહેગામ તાલુકાના ૯૩ માંથી ૮૮ ગામોમાં, કલોલના ૫૫ ગામમાં, ગાંધીનગર તાલુકાના ૬૦ માંથી ૫૮ ગામ તથા માણસા તાલુકાના ૮૧ માંથી ૬૧ ગામ મળી કુલ ૨૬૨ ગ્રામ પંચાયતોમાં મહિલા અને બાળ વિકાસ વિભા

નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

 નવસારી :  વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં  શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ  માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે.  પરમ ભાગવતકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભા