ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસ...
Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી
Gandhinagar : ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકે ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવો : જિલ્લા પોલીસ વડાશ્રી જિલ્લાના નાગરિકોએ પોતાની બેંક કે અન્ય નાણાંકીય બાબતની વિગતો મોબાઇલ પર કોઇપણ વ્યક્તિને આપવી નહીં : ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો કે ફેક આઇ.ડી.થી ચેતો...... જિલ્લા પોલીસ વડાશ્રી ગાંધીનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સાયબર ક્રાઇમનો ભોગ બનનાર નાગરિકોને રૂ. ૫૬ લાખથી વધુની રકમ પરત અપાવી ગાંધીનગર: શુક્રવાર: રાજય સહિત ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી સાયબર ક્રાઇમનો ભોગ સરળતાથી નાગરિકો બનતા હોય છે. નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બને તો તરત જ ગાંધીનગર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસનો અથવા ટોલ ફ્રી નંબર – ૧૯૩૦ પર સંપર્ક કરવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું છે. જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ સામાન્ય નાગરિકોને બેંક, પોલીસ, ઇન્કમટેક્ષ કે અન્ય વિભાગમાંથી બોલું છું, કહી તેમની પાસેથી નાણાંકીય બાબતોની વિગતો વાતવાતમાં લઇ લેતાં હોય છે. કયારેક લીંક કે અન્ય ...
Comments
Post a Comment