Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો

 Dharampur: ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ, આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરાયો   વિદ્યાર્થીઓ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજે એ માટે અભ્યાસના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા શીખવવામાં આવી  ચૂંટાયેલા મંત્રી અને ઉપમંત્રી શાળા સંકુલમાં સ્વચ્છતા, શિસ્ત અને નિયમોમાં પોતાનો મત રજૂ કરી શકશે  ----   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૯ જુલાઈ  વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ તરીકે ભારતની ગણના થાય છે. લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. ત્યારે આવનારી પેઢી ચૂંટણીનું મહત્વ, ચૂંટણીની પ્રક્રિયા અને લોકશાહીનું મહત્વ સમજે તેવા શુભ આશય સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અભ્યાસના ભાગરૂપે શીખવવાનો પ્રયાસ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષાબેન પટેલ અને શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે માટે બાળ સંસદની ચૂંટણીમાં મતદાન સહિતની તમામ પ્રક્રિયા માટે આબેહૂબ ચૂંટણી જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.     ધરમપુરની મોડેલ સ્કૂલ માલનપાડાના આચાર્યા ડો. વર્ષા પટેલે જણાવ્યું કે, વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની લોકશાહીમાં ચૂંટણીના મહત્વ અંગેની સ

નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ

 નવસારી જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આયોજન મંડળ સહિતના જિલ્લાના જનહિતલક્ષી વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ નવસારી જિલ્લા આયોજન મંડળ હેઠળના વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નોની સમીક્ષા કરાઈ - વિકાસકામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ----- નવસારી,તા૧૯: નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત નવસારી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેઠળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામો, ન્યુ ગુજરાત પેટર્ન, પીએમ જનમન સહિતના સંકલન પ્રશ્નો, જિલ્લા સ્વાગત, ડિઝાસ્ટર, પુરવઠા તથા જિલ્લામાં ચાલતા અગત્યના પ્રોજેક્ટસોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ જિલ્લાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાની કામગીરી ઘણી સારી છે. રાજ્ય સરકાર સર્વે

સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ :

  સાપુતારા ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જેટકોની ચિંતન શિબિર યોજાઈ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૯ : સને ૨૦૩૦ના વર્ષમાં ગુજરાત રાજ્ય વિધુત માટેનું હબ બને, તેમજ ઓછા ખર્ચમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકોને વીજળીની સેવાઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે કામ કરવાના ઉદ્દેશથી ગુજરાત વિધુત પ્રવહન વિભાગ તેમજ જેટકો (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સાપુતારા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઈબ્રન્ટ ગુજરાતનાં કારણે જેટકો જેવી કંપની આવી, અને તેઓ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને વિદ્યુત સેવાઓ પુરી પાડી રહી છે. તેમ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું. ગુજરાતનાં લોકોને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી મોદીએ સૌ પ્રથમ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. તેમજ હાલમાં સરકાર દ્વારા વીજળી ખર્ચ ઓછો કરવા માટે સોલાર પોલિસી અમલી બનાવવામાં આ

Muharram news: Navsari,valsad,khergam,chikhli,dharampur,pardi,gandevi

Muharram news: Navsari,valsad,khergam,chikhli,dharampur,pardi,gandevi  Courtesy: news paper 

નવસારી: તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી પોલીસ કટીબદ્ધ:

નવસારી: તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા નવસારી પોલીસ કટીબદ્ધ: આગામી તાજીયા(મહોરમ) દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ.  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/7enQ0HQDIh — SP NAVSARI (@SP_Navsari)  July 15, 2024

Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

  Chikhli: ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ ૧૭-૦૭-૨૦૨૪નાં દિને ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ્સ વિતરણ કાર્યક્રમ ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂત ભાઈ-બહેનોને કિટ/એસેટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે નરેશભાઈ પટેલે ખેડૂત ભાઈ - બહેનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ખેત ઉત્પાદન, સિંચાઈ, સહકાર અને પશુપાલન સમિતિ, જિ.પં.નવસારીના અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, નવસારી જિ.પં.ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માહલા તથા પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે ચીખલી, ખેરગામ તથા વાંસદા તાલુકાને સમાવિષ્ટ કરતા આદિજાતી વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ... Posted by  Naresh Patel  on  Wednesday, July 17

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ.

Khergam: ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે આચાર્યશ્રીઓની દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ. તારીખ 15-07- 2024 અને 16-07-2024 દરમ્યાન ખેરગામ તાલુકાના આછવણી આશ્રમશાળા ખાતે તાલુકાનાં તમામ આચાર્યશ્રીની  દ્વી દિવસીય સક્ષમ તાલીમ યોજાઈ હતી. સરકારશ્રીની  નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતની તમામ શાળાઓમા સ્વચ્છ પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણમાં ગુણવત્તા, સ્માર્ટ વર્ગખંડો, પુસ્તકાલય, કોમ્પુટર લેબ, સાયન્સ લેબ, ગ્રીન શાળાઓ, હરિયાળી શાળા તેમજ જળ  જંગલ અને જમીનના સંવર્ધન બાબતે તથા શાળાની  ભૌતિક સુવિધાઓને અગ્રતાક્રમ આપી મોડેલ શાળાઓમા અપગ્રેડ કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો પણ ઉપરોક્ત તમામ બાબતોથી વાકેફ થાય એ  અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના ધ્યાન અને યોગથી શરૂઆત કરી. શરૂઆત બી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ પટેલે સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ ઇન્ચાર્જ સી.આર.સી કિરીટભાઈ દ્વારા   સરસ મજાની વાર્તાથી શરૂઆત કરી. જેમાં આબોહવા પરિવર્તન વિશેની વાતો કરી. આજના સમયમાં આબોહવા ગમે તે પ્રમાણમાં અલગ અલગ રીતે વર્તાઈ રહી છે જેના કારણોની  વાતો કરી.  જેમાં મુખ્ય મુદ્દામાં