Skip to main content

Posts

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્ધા

Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

                                                                                 Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અવસર લોકશાહીનો ચાલો મતદાન કરીએ"      તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત રેલવે સ્ટેશન નવસારી અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી બનાવી મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા. #Loksabhaelection #Election2024  #ElectionAwareness#IVote4Sure  #VotingRights Image & video courtesy: collector & DM NAVSARI Twitter    

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

                           Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ.

           Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ. નવસારી જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિધાર્થીઓ મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી રહ્યા છે. સમગ્ર નવસારી જિલ્લામાં મતદાન અંગે નાગરિકોને જાગૃત થાય તે સંદર્ભે સ્વીપ પ્રવૃતિઓ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન સતત ચાલી રહ્યું છે .

Navsari news|Navsari -26 |lok sabha election 2024|SVEEP |Navsari is one of the 26 Lok Sabha constituencies in Gujarat, India.

     Navsari news|Navsari -26 |lok sabha election 2024|SVEEP | Navsari is one of the 26 Lok Sabha constituencies in Gujarat, India. નવસારીમાં લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત SVEEP હેઠળ વિધાર્થીઓ અને કંપનીના કર્મચારીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ ડી.આઇ.કે.કન્યા વિદ્યાલય અને સર.સી.જે હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા આકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ડોરા ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને 7 મે 2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાગીદાર બની મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

                               Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયું હોય તથા એવા મતદાન મથક જ્યા પુર

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                     Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                             Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો