ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસ...
Navsari: નવસારીની નગરપ્રાથમિક શાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને. કઠપૂતલી, સિગ્નેચર ડ્રાઈવ, સેલ્ફી સ્ટેન્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી મતદારોને જાગૃત કરાયા. (નવસારીઃ ૧૬-૦૨-૧૦૨૪ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ SVEEP અંતર્ગત મતદાન જાગૃત્તિ અન્વયે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ આવે તેવા ઉદેશ્યથી આજરોજ નવસારી-વિજલપોર નગરપાલિકાની કન્યાશાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધુ યુવાધન ધરાવતું રાષ્ટ્ર છે. મતદારો મતદાન માટે સજાગ થાય તે જરૂરી છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઇપણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે અને નવસારી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે આથી દરેક મતદાર મતદાન કરી તેના અધિકાર અને ફરજની બેવડી ભૂમિકા અદા કર...