Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Navsari: નવસારીની નગરપ્રાથમિક શાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો.

  

Navsari: નવસારીની નગરપ્રાથમિક શાળાના વિધાર્થીઓના વાલીઓ માટે મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો.

મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બને.

કઠપૂતલી, સિગ્નેચર ડ્રાઈવ, સેલ્ફી સ્ટેન્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી મતદારોને જાગૃત કરાયા.

(નવસારીઃ ૧૬-૦૨-૧૦૨૪  લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ SVEEP અંતર્ગત મતદાન જાગૃત્તિ અન્વયે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદારોમાં મતદાન અંગે જાગૃત્તિ આવે તેવા ઉદેશ્યથી આજરોજ નવસારી-વિજલપોર નગરપાલિકાની કન્યાશાળાના વિધાર્થીઓના વાલીઓ માટે  મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધુ યુવાધન ધરાવતું રાષ્‍ટ્ર છે. મતદારો મતદાન માટે સજાગ થાય તે જરૂરી છે. લોકશાહીના આ મહાપર્વમાં કોઇપણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે અને નવસારી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે આથી દરેક મતદાર મતદાન કરી તેના અધિકાર અને ફરજની બેવડી ભૂમિકા અદા કરવા જિલ્લા તંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. 

મતદાન વિશે શાળાના વાલીઓમાં જાગૃતિ આવે તે માટે કઠપૂતલી, સિગ્નેચર ડ્રાઈવ, સેલ્ફી સ્ટેન્ડ જેવી વિવિધ પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મતદાન મથક પર રાખવાની થતી કાળજી સંદર્ભે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

 આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશ ચૌધરી, રાજેશ્રી ટંડેલ, સહિતના અધિકારીશ્રીઓ તેમજ શાળાના વિધાર્થીઓના વાલીઓ, નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.


Comments

Popular posts from this blog

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ; વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ; ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ  પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ; *ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી  પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ; *આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ; (ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહે...

ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ.

  ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આજે નવસારી જિલ્લાના શિક્ષકોનું ચોકડાઉન ૧૦૦ ટકા સફળ. નવસારી જિલ્લાના ૩૦૦૦ શિક્ષકો સહિત રાજ્યભરના લાખો શિક્ષકો આંદોલનમાં જોડાયા. નવસારી : તા.૬  લોકસભાની ચૂંટણીના પડધમ વચ્ચે નવસારી જીલ્લાના શિક્ષકોએ પણ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજે રાજયભરમાં ચોકડાઉન, પેનડાઉન એટલે કે શિક્ષણ કાર્યથી દૂર રહી આંદોલનને સફળ બનાવ્યું.  નવસારી જિલ્લાની કુલ ૬૬૯ શાળાઓ પૈકી ૧૪ શાળાઓએ mdmમાં ઓનલાઇન, ૮૦૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૪૬૦ વિદ્યાર્થીઓની એન્દ્રી કરવામાં આવી જેની ટકાવારી ૦.૫૭% થઈ હતી જે સમગ્ર ગુજરાતમાં આજનાં દિને ગુજરાતમાં કોઈ પણ કામગીરીમાં પ્રથમ આવનાર જિલ્લો વિરોધ પ્રદર્શિત કરવામાં પણ પ્રથમ રહ્યો હતો. જે નીચે આપેલ ચાર્ટ પરથી જોઈ શકાશે. વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવી લેવા માટે આપેલું વચન પૂર્ણ કર્યું નહીં હોવાનાં આક્ષેપો, તેમજ તમામ શિક્ષકોને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સામેલ કરવાની માંગણી સાથે પ્રાથમિક શાળાનાં શિક્ષકો ઘણાં સમયથી વિરોધ નોંધાવી રહ્યાં હતાં જેમાં હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોય અને શૈક્ષણિક સત્ર પણ પૂર્ણ થવાને આરે હોવાથી શિક્ષ...

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ. ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.. મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા..  વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.. રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..  મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું.. આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી... મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.