Skip to main content

Posts

Showing posts from October, 2024

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસંગે તોરણવેરા ગામના

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસંગે તોરણવેરા ગામના

જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

 જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને લક્ષને તેના જન્

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન"

Gandevi |Navsari : "ગણદેવી પ્રાથમિક શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: માન. કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતા હેઠળ આયોજન" કેન્દ્રિય મંત્રીશ્રી જલ શક્તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગણદેવીના વિવિધ વિસ્તારમાં 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત અને 78.33 લાખના કામોનો લોકાર્પણ કરતા કેબીનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ ‘રેઇન વોટર હાર્વેસ્ટીંગ થકી નવસારી જિલ્લામાં પીવાના પાણીની કોઇ સમસ્યા નહી થાય.’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ ’નવસારી જિલ્લો સ્વચ્છતા જાળવવામાં, આદર્શ ગામ, કુપોષણ નાબુદી જેવી અનેક બાબતોમાં સમગ્ર રાજ્યમાં આગ્ર હરોળમાં રહે છે.’ ’- કેન્દ્રિય મંત્રીશ્રી સી.આર.પાટીલ નવસારી,તા.૨૫: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકાના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોન

રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી.

 રાજપૂત સમાજનું ગૌરવ: ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી. ચીખલી તાલુકાના કુકેરી ગામના રાજપૂત ખેડૂત પરિવારના એન્જિનિયર પુત્રની ચીનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપમાં પસંદગી થતા સમગ્ર રાજપૂત સમાજમાં અને ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઇ હતી. વિશ્વરજસિંહ પરમાર ભારત દેશ તરફથી 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર એકમાત્ર ખેલાડી છે. હાલમાં ચીનમાં નવમો આંતર રાષ્ટ્રીય વુડબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહ્યો છે. જેમા ભારત દેશ તરફથી કુલ 6 પૈકી ગુજરાતમાંથી પસંદગી પામનાર ફક્ત એક ખેલાડી એવા વિશ્વરાજસિંહ મુકેશસિંહ પરમારને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે. જે મેન્સ સિંગલ્સ,મેન્સ ડબલ અને મેન્સ ટીમ એમ કુલ 3 ઇવેન્ટમાં ભાગ લેશે અને ત્યાં પછી તરત જ રમાનાર ચાઇના ઓપન ટુર્નામેન્ટમાં પણ ભાગ લેનાર છે. ચાલુ વર્ષમાં રમાયેલ સિનિયર નેશનલ વુડબોલ ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાત રાજ્ય વતી પ્રતિનિધિત્વ કરીને એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ એમ 2 મેડલ મેળવી ચૂક્યા છે. ચીખલી તાલુકાના અંતરિયાળ ગામે

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર

KHERGAM|BAHEJ PR.SCHOOL: ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા.

  KHERGAM|BAHEJ PR.SCHOOL:  ખેરગામ તાલુકાના બહેજ પ્રાથમિક શાળાના ચાર બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધામાં ઝળક્યા. 68મી અખિલ ભારતીય શાળાકીય જિલ્લા કક્ષાની રમત સ્પર્ધા નવસારી મદ્રેસા હાઈસ્કૂલમાં યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની બહેજ પ્રા.શાળાના ચાર બાળકો વિજેતા બની ગામ અને તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. નીતિ સતિષભાઈ આહિર- ઊંચી કૂદમાં પ્રથમ તથા નીધી નિલેશભાઈ માહલા ચક્રફેકમા પ્રથમ ક્રમાંક વિજેતા બન્યા હતા. આ બન્ને બાળાઓ નડિયાદમાં યોજાનાર રાજ્ય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લેવા જશે. રોહન સતિષભાઈ પટેલ 400મી દોડમાં દ્વિતીય તથા રાહુલ મિનેષભાઈ કિલબલી ચક્રફેંકમા ત્રીજા ક્રમાંકે વિજેતા બન્યા હતા. આ તમામ વિજેતા ખેલાડીઓને અને પ્રશિક્ષકશ્રી પ્રવીણભાઈ પટેલને આચાર્યશ્રી અલ્પેશભાઈ પટેલ, જિલ્લા સદસ્ય તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી.આર.સી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર તથા મહામંત્રીશ્રી કિરીટભાઇ પટેલ વગેરે અભિનંદન પાઠવ્યા હત

Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા

            Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા  નવસારી,તા.૧૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બહારથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.  આજરોજ વાંસદા તાલુકાના મનપુર ગામે ખેડૂતશ્રી નાનુભાઇ ગાવિંતના મોડલ ફાર્મ ખાતે ખેડૂત બહેનો-૩૦ અને ભાઈઓ-૫૨, નવસારી તાલુકાના મોગાર ગામે ૫૧ ખેડૂત બહેનો, ચીખલી તાલુકાના બામણવાડા ગામ ખાતે ખેડૂતશ્રી ગમનભાઇ દેવજીભાઇના મોડલફાર્મ ખાતે ખેડૂત બહેનો-૫૭ અને ભાઈઓ-૦૭, ગણદેવી તાલુકાના વડસાગળ ગામે નરેશભાઈ એલ પટેલના મોડલ ફાર્મ ખાતે ૪૩ ખેડૂત બહેનો, ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી રાજેશભાઈ પી પટેલન

Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

 Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો. ખેરગામ : ચીખલી તાલુકાના ધેજ ગામની ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા આચાર્ય અનિલ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલીના ધેજ ગામની ઝાડી ફળિયામાં છેલ્લા ૨૬-વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના જ દુકાન ફળિયાના રહીશ અનિલભાઈ વેસ્તાભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ,ઉપપ્રમુખ રમેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ ઉપરાંત તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. અનિલભાઈને શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિભેટ આપવામાં આવી હતી. અનિલભાઇ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો.

Khergam:ખેરગામના રામજી મંદિર ખાતે દશેરાનો મેળો ભરાયો. તારીખ : 12-10-2024નાં દિને ખેરગામના રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત દશેરા નિમિત્તે રામજી મંદિર ટ્રસ્ટ અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ દ્વારા વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.             જેમાં મંદિરના દર્શનની સાથે આસપાસના વિસ્તારના હજારો લોકોએ મેળાનો લાભ લીધો હતો. જેમાં રાવણપૂતળાં દહન વલસાડ પત્રકાર વેલફેર એસોસિયેશનના પ્રમુખશ્રી હર્ષદભાઇ આહીર દ્વારા કરવામાં આવ્યું હતું.                     હર્ષદભાઈ આહીર દ્વારા  સૌપ્રથમ માતાજીની આરતીનો લાભ લઈ રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં રામજી મંદિર ટ્રસ્ટના આગેવાનો અને જાયન્ટ ગ્રુપ ઓફ ખેરગામ યુવાનોના સહકારથી સમગ્ર આયોજન સફળ થયું હતું.                  આ પ્રસંગે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા નોરતા અને રાવણ દહન કાર્યક્રમ સુધી નવ દિવસ સુધી ખડેપગે  ફરજ બજાવનાર ખેરગામ PSI ગામીત સાહેબ અને પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્

Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ.

   Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ. જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓએ સામૂહિક 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લીધી નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં સહભાગી થઇ  https://pledge.mygov.in/bharat-vikas/  પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવવા જિલ્લા તંત્રનો અનુરોધ નવસારી,તા.૦૮: ગત તા.૭ થી આગામી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારી-કર્મચારીઓ દ્વારા સામુહિક "ભારત વિકાસ" પ્રતિજ્ઞા લઇ નવસારી જિલ્લામાં "વિકાસ સપ્તાહ"નો ભવ્ય પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી   https://pledge.mygov.in/bharat-vikas/  પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નવસારીના સૌ નાગરિકો આ પ્રતિજ્ઞામાં સહભાગી થવા તથા પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ પોર્ટલ ઉપરથી મેળવવા નવ

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

 Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને વન