Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

 Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

-----

'વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:' મહિલા અને બાળકલ્યાણ મંત્રી

------

'આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે': જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ

------

મહાનુભાવોના હસ્તે 'માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા' પુસ્તકનું વિમોચન કરાયું

-----

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ' વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે  સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિવિધ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓના સશક્તિકરણ દ્વારા તેમના સર્વાંગી વિકાસ સાધવાનો હતો. 


              આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રીએ આર્થિક સ્વાવલંબિતા માટે વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ સામેના  પડકારો અને તેને પહોંચી વળવાની તેમની ક્ષમતાઓ વિષે સમજ આપી કહ્યું કે,  વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે. ઘરની પરિસ્થિતિઓને આધિન લઘુ- નાના ઉદ્યોગ દ્વારા આર્થિક સ્વાવલંબન મેળવવા ઈચ્છતી મહિલાઓને પ્રોત્સાહન આપવા સેંકડો કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. પરિવારને આર્થિક આધાર આપી શકે એ માટે શહેર કે ગામની જરૂરિયાતમંદ મહિલાઓને એકસમાન રોજગારીની તકો મળે એ દિશામાં અવિરત પ્રયત્નો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. 


               વધુમાં મહિલાઓને આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સુરક્ષા તેમજ સ્વસ્થતા પ્રદાન કરવા રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે વિસ્તારથી જણાવ્યું હતું. ગંગા સ્વરૂપા પેન્શન સહાય વિધવા સ્ત્રીઓના જીવનમાં ઓચિંતી આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા ઉપયોગી બને છે. લોન સહાય થકી મહિલા નાનો મોટો વ્યવસાય કરી શકે અને વિવિધ સરકારી મેળાઓના માધ્યમથી એ ઉત્પાદનના વેચાણની અને આર્થિક ઉપાર્જનની ઉજ્જવળ તકો મેળવે છે. સાથે જ તેમણે મહિલા સુરક્ષા માટે કાર્ય કરતી ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો ઉલ્લેખ કરી દરેકને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. 

               મંત્રીશ્રીએ દરેક મહિલાઓને પારસ્પરિક મદદની ભાવના સાથે કામ કરવા અને આગળ વધવાની હિમાયત કરી મહિલાઓ સહિત દરેકને વડાપ્રધાનશ્રીના મેક ઈન ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. જેથી મહિલાઓને વધુ સશકત અને સુરક્ષિત બનાવી ભારતને વિશ્વગુરુ બનવાની દિશામાં આગેકૂચ કરવાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાથે મળી સાકારિત કરી શકાય. 


                   આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલે મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવી સમાજનો વિકાસ સાધવા તેમજ  મહિલા સશક્તિકરણ- મહિલાઓને આર્થિક રીતે સક્ષમ, સુદ્રઢ, સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર મહિલાઓ પરિવારની સાથે સમાજમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે,જે મહિલાઓ અંગે સમાજનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ નીવડે છે. 

               તેમણે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કાર્યરત NRLM(નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજનાનો ઉલ્લેખ કરી વાર્ષિક એક લાખ કે તેનાથી વધુ ઉપાર્જન કરી 'લખપતિ દીદી' બનાવવાના સરકારના પ્રયાસોની વિગતો આપી ઉમેર્યું કે, સુરત જિલ્લામાં કુલ ૧૫ હજારથી વધુ લખપતિ દીદી છે. તેમજ ટૂંક સમયમાં આ આંકડો ૩૪ હજાર સુધી પહોંચે તેવો જિલ્લા વહીવટી તંત્રનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું.


              ડીડીઓશ્રીએ ગામમાં, શેરી મહોલ્લાઓમાં વસતી મહિલાઓને આર્થિક સધ્ધરતા માટે સ્વસહાય જૂથ બનાવી રિવોલ્વિંગ ફંડનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. મલ્ટી ટાસ્કિંગમાં ઉત્કૃષ્ટ મહિલાઓને એકબીજાના પ્રેરણાસ્ત્રોત બનવા અનુરોધ કરી ડીડીઓશ્રીએ દરેક મહિલાને દિકરા - દીકરીમાં ભેદભાવ વિના તેઓને સુશિક્ષિત બનાવી મનગમતા ક્ષેત્રમાં આગળ વધારવા હિમાયત કરી હતી. જેથી વિકસિત ભારતમાં શિક્ષિત મહિલાઓનો મહિલાઓનો ફાળો પણ મહત્તમ રહે.

         આ પ્રસંગે મહિલા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી રાધિકા ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કે.વી.લકુમ સહિત અન્ય કર્મચારીઓ, સ્ત્રી ચેતનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શેલજા અંધારે, સ્થાનિક અધ્યક્ષ શ્રી ચેતનાબેન, સચિવ ડિમ્પલ સુરતી, મહિલા આર્થિક વિકાસ નિગમના કુમુદ યાજ્ઞિક, અન્ય સભ્યો ડૉ કીર્તિબેન સુરતી, નીપા શુક્લા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

   Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના...

Navsari: નવસારી સયાજી લાયબ્રેરીમાં 42 વક્તાઓને સન્માનિત કરાયા

  Navsari: નવસારી સયાજી લાયબ્રેરીમાં 42 વક્તાઓને સન્માનિત કરાયા

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ. ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.. મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા..  વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.. રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..  મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું.. આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી... મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.