Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે

ગાંધીનગર કોસ્ટગાર્ડનું  હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે

વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને ગાંધીનગર કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા સહીસલામત રેસ્ક્યુ કરાયુ

માહિતી બ્યુરો તાપી તા.૦૨  તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતીમાં વાલોડ તાલુકાના દોડકીયા ફળિયા તરફ જતા વલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા કુલ ૫  ગોવાળો નદીના ભારે પ્રવાહમાં ફસાયેલા નજરે પડ્યા હતા.૦૩ ગોવાળોને શરુઆતમાં બચાવ ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. જ્યારે અચાનક નદીમાં ઘોડાપુર પાણી આવવાના કારણે ભેંસ ચરાવતા ૨ ગોવાળો (૧) અરવિંદ ભાઇ હળપતિ (૨)રાજુભાઇ નઇકા નદીના પાણીથી ઘેરાય જતા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,NDRF,SDRFની  ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા.આ સામયે જિલ્લા ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે જિલ્લા કલેકટર શ્રી ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટ કન્ટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતીથી વાકેફ કરતા કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોડ તાલુકાના દોડકીયા ફળિયામાં આવી પહોચ્યું હતું.જ્યાં તેમના દ્વારા  નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાળોને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.તમામ પરિસ્થિતિથી ભયબીત બનેલા બન્ને ગોવાળોએ ડિઝાસ્ટ ટીમ તાપી સહિત કોસ્ટ ગાર્ડના જવાનોનો આભાર વ્યકત કર્યો હતો. 


*ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે* - *વાલોડની વાલ્મિકિ નદીના બેટ ઉપર ભેંસ ચરાવવા ગયેલા બે ગોવાળોને...

Posted by Info Tapi GoG on Monday, September 2, 2024

Comments

Popular posts from this blog

Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

   Navsari latest news:નવસારી જિલ્લાના પાણી પુરવઠા, સિંચાઇ વિભાગ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા કરતા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિય કરવા તાકીદ કરતા પાણી પૂરવઠા મંત્રી નવસારી તા.14: નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પૂરવઠા, સિંચાઇ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઇ હતી.  મંત્રીશ્રીએ પીવાના પાણીની જરૂરિયાત માટેના વિવિધ સ્ત્રોતોની જાણકારી મેળવી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ક્લોરિનેશનની કામગીરી નિયમિપણે કરવા સૂચના આપી હતી. આ સાથે સરફેસ સોર્સ આધારિત યોજનામાં પ્રગતિ હેઠળની જૂથ પાણી પૂરવઠા યોજનાઓમાં ગુણવત્તા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.   આ ઉપરાંત મંત્રીશ્રીએ મરામત અને નિભાવણી હેઠળની વિગતો મેળવતા ઉમેર્યું કે, એજન્સી પાસે યોગ્ય મેનપાવર છે કે નહી તેની યોગ્ય તપાસણી કર્યા બાદ જે-તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જેથી મરામત અને નિભાવણીના કામો ઝડપથી થઇ શકે. અંતે પ્રભાગના...

Navsari: નવસારી સયાજી લાયબ્રેરીમાં 42 વક્તાઓને સન્માનિત કરાયા

  Navsari: નવસારી સયાજી લાયબ્રેરીમાં 42 વક્તાઓને સન્માનિત કરાયા

Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ

  Info Anand Gog : આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી હાડગુડ પ્રાથમિક શાળામાં ઘડાઈ રહ્યું છે ૮૯૮ વિદ્યાર્થીઓનું ભાવિ ચાલુ વર્ષે શાળાની માળખાગત સુવિધાઓથી પ્રભાવિત વાલીઓએ ૨૧ બાળકોને ખાનગી શાળા માંથી હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો  * છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો * હાડગુડ પ્રાથમિક શાળા એટલે.... ૩૦ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ, ૩૦ સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા તથા ફાયર સેફટીની અદ્યત્તન સુવિધાથી સજ્જ આધુનિક ભવન  * આણંદ, મંગળવાર : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓમાં વધારો થતાં અને આધુનિકીકરણ થતાં લોકોનો સરકારી શાળા તરફનો અભિગમ બદલાયો છે. આ અન્વયે આજે વાત કરવી છે, આણંદ જિલ્લા મથક થી માત્ર ‌ ૩ કિ.મી. દુર આવેલી પી.એમ.શ્રી યોજના અંતર્ગતની આદર્શ એવી હાડગુડ પ્રાથમિક શાળાની. આ એક એવી શાળા છે કે જેમાં ધોરણ ૦૧ થી ૦૮ માં ૮૯૮ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાડગુડ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૨૪-૨૫ ...