Skip to main content

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Dang : ડાંગના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી વોલ્ટરભાઇ જ્યુલીયસભાઇ મિસ્ત્રીને 'DGP’s Commendation Disc-2022’ એવોર્ડ એનાયત કરાયો.

        

Dang : ડાંગના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી વોલ્ટરભાઇ જ્યુલીયસભાઇ મિસ્ત્રીને 'DGP’s Commendation Disc-2022’ એવોર્ડ એનાયત કરાયો.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૯: પોલીસ વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ પોલીસકર્મીને સન્માનીત કરવા માટે ગુજરાત પોલીસ અકાદમી-કરાઇ, ગાંધીનગર ખાતે યોજાયેલા પ્રશંસનીય સેવા અંગેના “DGP’s Commendation Disc-2022’’  કાર્યક્રમ અંતર્ગત, ડાંગ જિલ્લાનાં પોલીસ કર્મચારીને “સિલ્વર ડીસ્ક’’ એવોર્ડ એનાયત કરાયો છે.

ડાંગ જિલ્લામાં સને ૨૦૨૨ ના વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી વોલ્ટરભાઇ જયુલીયસભાઇ મિસ્ત્રી (બકલ નંબર : 68)ને રાજયના  પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા “સિલ્વર ડીસ્ક’’ તેમજ ’’પ્રશંસાપત્ર’’ એનાયત કરી સન્માનિત કરાયા હતા.

પોલીસ વિભાગની સારી કામગીરી બદલ મળેલ સન્માનથી ડાંગના પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ તેમજ પોલીસ પરિવાર વતી આ પોલીસકર્મીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Comments

Popular posts from this blog

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.

Gandevi: ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ. ધી ગણદેવી તાલુકા ટીચર્સ કો -ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સોમનાથ પ્રા.શાળા બીલીમોરા ખાતે યોજાઈ.. ૨૪ નિવૃત્ત થતા શિક્ષકોને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું.. મંડળીના લેખા - જોખા, હેવાલ - હિસાબ મંજૂર કરવામાં આવ્યા..  વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિધાર્થીઓ અને શિક્ષકોનું સ્મૃતિ પત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.. રીકરીગ યોજનામાં રોકાણ કરનારા સભાસદોને પુરસ્કૃત કર્યો..  મંડળીના નિવૃત્ત થતા ત્રણ કારોબારી સભ્યશ્રીઓ અને બે આંતરિક ઓડિટરશ્રીઓ ને વિશેષઃ સન્માન આપવામાં આવ્યું.. આમંત્રિત મહેમાનોમા શ્રી પીચીભાઇ ઓનર જયહિંદ હોટલ ચીખલી, SBI મેનેજર શ્રી જીગરભાઇ ગણદેવી બ્રાન્ચ અને  મનોજભાઈ લાડ ઓનર બી.ડી.ઈલેક્ટ્રીકલ, ચીખલીની વિશેષ ઉપસ્થિત રહી...અને રાષ્ટ્રગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી... મોટી સંખ્યામાં સભાસદ શિક્ષકો ઉપસ્થિત રહી સુરૂચિ ભોજનની લિજ્જત માણી હતી.

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ;

આહવા ખાતે યોજાઈ આપાતકાલિન બેઠક ; વરસાદને પગલે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં મંગળવારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે ; ડાંગ કલેકટરશ્રી સહીત પોલીસ અધિક્ષકશ્રીએ પણ  પ્રજાજનોના જાનમાલની સુરક્ષા માટે સહયોગની કરી અપીલ ; *ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી  પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને પસાર નહિ થવાની તાકીદ ; *આકસ્મિક બનાવોમાં ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર : ૦૨૬૩૧-૨૨૦૩૪૭ તથા પોલીસ કંટ્રોલ રૂમનો ૧૦૦ નંબર ઉપર સંપર્ક સાધવાની અપીલ ; (ડાંગ માહિતી બ્યુરો): આહવા; તા: ૨૬; રાજ્યમાં પ્રવર્તિ રહેલી આપાતકાલિન સ્થિતિ વચ્ચે, ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ જિલ્લાના પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, પર્યટકો, અને વાહન ચાલકોને ખાસ કરીને ડુબાણવાળા નાળા, કોઝ વે, રસ્તા, પુલો ઉપરથી કોઈ પણ સંજોગે પસાર નહિ થવાની તાકીદ કરી છે.  ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક આપાતકાલિન બેઠકમાં લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારીઓને સુચના આપતા કલેકટર શ્રી પટેલે, આવતી કાલ એટલે કે મંગળવારે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહે...

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024