ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસ...
નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા' ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરાયા નવસારી,તા.૨૧: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ નવસારી વિજલપોર નગપાલિકા દ્વારા સ્વચ્છતા હી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણદેવી નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી દ્વારા શાળામાં નિબંધ લેખન, ચિત્રકામ અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. ગણદેવી નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેનશ્રી,આરોગ્ય ચેરમેનશ્રી, બાંધકામ ચેરમેનશ્રી પ્રેરક હાજર રહી બાળકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. બન્ને નગરપાલિકા ખાતે શાળામાં બાળકો અને શિક્ષકોએ શાળા કેમ્પસની સામુહિક સફાઇ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ પાઠવ્યો હતો.