Skip to main content

Posts

ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો.

 ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં  આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો.  ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસ...

Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા.

  Gandevi latest news : ગણદેવીમાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા. ગણદેવી નગરપાલિકા સામે દરૂવાડ તુળજા ભવાની મંદિર પરિસરમાં તારીખ 19-06-2 024ની સાંજે ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે રૂ.૧.૪૩ કરોડના ખર્ચે ૧૩ વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા હતા. જેને કારણે નગરજનોમાં આનંદ વ્યાપી ગયો હતો. સરકારની વિવિધ યોજનાની ગ્રાન્ટ માંથી સોમવારની સાંજે રૂ.૧,૪૩,૬૧,૨૬૦ નાં ખર્ચે ૧૩ વિકાસકામો નાં ખાતમુહૂર્ત કરાયા હતા.             જેમાં રૂ.૪૭.૮૧ લાખ નાં ખર્ચે નાની છીપવાડ, દરૂવાડ અને કોર્ટ સામે પંપીંગ સ્ટેશન થી મેંધિયા ફળીયા મળી ત્રણ આરસીસી ટ્રીમીક્ષ રોડ, રૂ. ૮૭.૬૮ લાખ નાં ખર્ચે સુંદરવાડી રબલ પીચિંગ, પેવર બ્લોક, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ ગલી, ઘેલાવડી, કેનિંગ ફેકટરી અંબા માતા મંદિર, રહેજ કોળીવાડ, દલાલ સ્ટ્રીટ, મોર્ડન પબ્લિક સ્કૂલ ગેટ સુધી અને મુસ્તાક ભાઈ નાં ઘર આગળ મળી ૮ સ્થળો એ પેવર બ્લોક, રૂ.૩.૬૧ લાખ નાં ખર્ચે પાણી ની ટાંકી ગાર્ડનમાં જીમ સાધન અને રૂ.૪.૫૦ લાખ નાં ખર્ચે વિવિધ વિસ્તારમાં ઇનોવેટિવ પેઇન્ટ કરવાના કામનો પ્...

Navsari : માનનીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબે જલ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો.

Navsari : માનનીય કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ સાહેબે જલ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. आज जल शक्ति मंत्रालय का चार्ज लेने के बाद, मैं कृतज्ञता का अनुभव कर रहा हूँ और मुझ पर विश्वास कर यह ज़िम्मेदारी देने के लिए माननीय प्रधानमंत्री श्री @narendramodi सर का आभार व्यक्त करता हूँ। मैं संकल्पित हूँ कि जल शक्ति मंत्रालय के माध्यम से, हम जल संरक्षण, स्वच्छता और प्रबंधन… pic.twitter.com/tBMVDa7m5Q — C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) June 11, 2024

Khergam : પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદવ્યક્ત કર્યો

Khergam : પ્રધાનમંત્રી તરીકે શપથ લેતા ખેરગામના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદવ્યક્ત કર્યો

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

          Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભ...

Latest educational news : Vyara news, songadh news, uchchhal news, Nizar news, dolvan news, kukarmunda news, valod news by news paper updates

   Latest educational news : Vyara  news, songadh news, uchchhal news, Nizar news, dolvan news, kukarmunda news, valod news by news paper updates

Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar,dolavan, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

                                                           Songadh,Vyara,Mahuva,Kim,Mangrol,Valod,Bardoli,Umarpada, palsana,Nizar,dolavan, kukarmunda,Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi Taluka world environment day celebration news

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

  ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી. વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે.  ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.