ગુરુનું સન્માન: તોરણવેરા આશ્રમ શાળાનાં આચાર્યશ્રી ગુલાબભાઈ ગવળીનો વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આશ્રમ શાળાના આચાર્ય ગુલાબ ગવળીનો ગુરુવારે વયનિવૃત્તિ શુભેચ્છા અને સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલી ખેરગામ કુકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા વર્ષ ૨૦૦૧થી કાર્યરત છે. શાળાના આચાર્ય ગુલાબ ગવલી લાંબા સમયથી સંનિષ્ઠ ફરજ બજાવી શાળાના વિકાસમાં, બોર્ડના પરિણામમાં અને ઈતર પ્રવૃતિઓમાં શાળાને માનભર્યા સ્થાને પહોચાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળ્યું છે, જેના પરિણામે શાળાની સંસ્થાને ઓળખ મળી છે. એમનો વયનિવૃત્તિ સમારોહ કુકણા સમાજ વિકાસ મંડળનાં સ્થાપક પ્રમુખશ્રી મહેશભાઈ ગાયકવાડનાં પ્રમુખપદે યોજાયો હતો. મહેશભાઈ ગાયકવાડે કુકણા સમાજ વિકાસ મંડળ અને શાળાની વિકાસનો ચિતાર રજૂ કરી આશ્રમ શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિકાસની વાત કરી ગુલાબ ગવળીની ગાંધી વિચારસરણીને બિરદાવી નિવૃત જીવન પ્રવૃતિમય અને સુખમયથી વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસ...
જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને લક્ષને...